ખેડબ્રહ્મા ખાતે ગ્રેવીટી કોલેજ પાસે બાઇક ચાલકનું મોત, એક ઘાયલ, ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.

સાબરકાંઠા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ૧૦-૧૫ વાગ્યાના સુમારે ગ્રેવીટી કોલેજ પાસે અંબાજીથી દર્શન કરી રિટર્ન ફૂલ સ્પીડે આવતા બાઇક ચાલકે પોતાનો બાઇક પરનો કાબૂ ગુમાવતા તેની બાઇક ડીવાયડર સાથે ટકરાઈ હતી અને પછી સામેથી આવતા જીપડાલા સાથે અડફેટમાં આવતા બે પૈકી એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેને ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો, ધટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)