ખેડબ્રહ્મા ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમા મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત.

સાબરકાંઠા

ખેડબ્રહ્મા ખાતે શહેરનો સેવા સેતુ કાર્યક્રમ શેઠ કે.ટી. હાઈસ્કૂલ પટાંગણમાં યોજાઈ ગયો. જેમાં મોટી.સંખ્યામાં લોકોએ પોતાના જરૂરી કામો માટે આવકના દાખલા, જાતિના દાખલા, સિનિયર સિટીઝન કાર્ડ ઉપરાંત અન્ય જરૂરી દાખલાઓ સ્થળ પર જ લોકોને મળી રહ્યા હતા જેનો લાભ લોકોએ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકા, મામલતદાર કચેરી સ્ટાફ સહિત નાયબ કલેકટર, ચીફ ઓફિસર, મામલતદાર તથા અન્ય ડિપાર્ટમેન્ટ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)