સાબરકાંઠા
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સ્ટેટ હાઇવે રોડ પર રખડતાં પશુ ગાયો તથા આખલાઓ પોતાનો અડિંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાણે કે હાઇવે રસ્તો ઢોર રસ્તો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ભાદરવી પૂનમના સંઘો, રાહદારી પદયાત્રીઓ,.આમ જનતા અને વાહનો ખેડબ્રહ્માના હાઇવે રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે તેવા સમયે આવા રસ્તાઓ પર જ્યા ત્યાં રખડતાં ઢોર અને આખલાઓ નજરે પડી રહ્યા છે અને ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે. કેટલીકવાર આવા પશુઓ યુદ્ધે ચડે છે અને નુકશાન થવાના બનાવો પણ બની રહ્યા હોવાની ઘટનાઓ થઈ રહી છે. ભાદરવી પૂનમના દિવસો ચાલી રહ્યા છે અને દિન પ્રતિદિન પદયાત્રીઓનો ઘસારો વધી રહ્યો છે તેવા સમયે આવા પશુઓ દ્વારા કોઈ નુકશાન થાય તો તેની જવાબદારી કોની તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.છે. લોકો ઇચ્છી રહ્યા છે કે, સ્થાનિક તંત્ર આ બાબતે ત્વરિત પગલાં લઈ આવા રખડતાં ઢોરો પકડી પાંજરે પૂરી લોકોને આવા ત્રાસમાંથી મુક્તિ અપાવે અને રાહદારી રસ્તો સાચા અર્થમાં રસ્તો બને અને લોકોને.પડતી મુશ્કેલી દૂર થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)