ખેડબ્રહ્મા ખાતે વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ રૂ. ૨૦,૭૭, ૧૦૭ ના મુદ્દામાલ દારૂનો નાશ કરવામાં આવ્યો.

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ખાતેના ડિવિઝન ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ચિઠોડા અને પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ પ્રોહીબિશન મુદ્દામાલ માલનો ખેડબ્રહ્મા નાશ કરવામાં આવેલ હતો. જેમાં કુલ 99 ગુનાઓમાંથી પકડાયેલ ઈંગ્લીશ વિદેશી દારૂની કુલ 14031 બોટલનો સમાવેશ થાય છે જેની બજાર કિંમત 20, 77, 107 થવા જાય છે. ખેડબ્રહ્માના વરતોલ ગામના સીમાડામાં કરવામાં આવેલ નાશ સમયે એસ. ડી. એમ. નિમેશ પટેલ, ડી.વાય.એસ.પી. ગોહિલ, નાસબંધી અધિકારી પ્રજાપતિ તથા ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગરના થાણા અધિકારી , પી.આઈ તથા પી.એસ.આઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાન્ત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)