ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની કરવામાં આવેલ ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહી અનેક વિધ કામોનું કરેલ ઇ- લોકાર્પણ.

સાબરકાંઠા 

ખેડબ્રહ્મા ખાતે આજના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની.અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનબંધુ મહિલાઓ અને બાળાઓ આદિવાસી પરંપરાગત વેશ ભૂષમાં નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરતી નજરે જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકાર મંત્રી ડૉ. કુબેરભાઈ ડીડોડ અને આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ગુજરાત. રાજકક્ષા મંત્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામનો લોકાર્પણ અને ખાત મુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને ભગવાન બિરસા મુંડા અને તલવાર, પાઘડી સહિતની ભેટ સોદગો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાકીય રસભર માહિતી આપવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી લોકોના ઉત્થાન માટે કરવામાં આવી રહેલ વિકાસલક્ષી કામો અને બાળકોનો વિકાસ માટેની યોજનાઓની ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના કામોની સવિસ્તાર માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી દ્વારા પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

અહેવાલ:- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)