ખેડબ્રહ્મા જિલ્લા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બેઠક યોજાઈ. બેઠકમાં હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત.

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા જિલ્લાની જિલ્લા બેઠક માણેકનાથ મંદિર ખેડબ્રહ્મા ખાતે તારીખ ૧૫-૯-૨૪ ના રોજ સવારે  ૧૦-૩૦ કલાકે પૂજ્ય સંત શ્રી સમીરગીરી મહારાજના આશીર્વાદ લઈને પરેશકુમાર સોલંકી દ્વારા બેઠકની શરૂઆત ઓમકાર, એકાત્મતા મંત્ર અને વિજય મહામંત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ પરિચય અને બેઠકની રૂપરેખા લેવામાં   આવી હતી. જિલ્લા ઉપાધ્યક્ષ રામજી મહારાજ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા માટે ગ્રામ સમિતિ સુધી પહોંચવા માટેના વિષયની વાત મૂકવામાં આવી. ત્યારબાદ જિલ્લા કાર્યાધ્યક્ષ શ્રી પોપટભાઈ સોલંકી દ્વારા ધર્માંતરણના  વિષયમાં વાત  કરવામાં  આવી. વર્તમાન સમયમાં ચાલતો વિષય વકફ બોર્ડ બાબતે ચર્ચા કરવામાં આવી

આગામી સમયમાં સાબરકાંઠા વિભાગનું સંત સંમેલન થવા જઈ રહ્યું છે તે બાબતે યોજના રૂપી વાત કરવામાં આવી ત્યારબાદ નૈતિક શિક્ષા સેવા સમરસતા જેવા વિષય વિષે  ચર્ચા કરાઈ.

પરેશકુમાર સોલંકી દ્વારા પ્રાંત બેઠકમાં થયેલ દાયિત્વ બદલ રામજી મહારાજને નવીન દાયિત્વ સાબરકાંઠા વિભાગ બજરંગદર વાલી તથા કૌશિકભાઈ ત્રિલોકચંદ રાવલ ને ખેડબ્રહ્મા જિલ્લા બજરંગદર સંયોજક, રણજીતભાઈ સગર જિલ્લા ગૌ સેવા પ્રમુખનું દાયિત્વ મળેલ તેની  ઘોષણા થઈ ત્યારે કાર્યકર્તા દ્વારા ઓમ બોલાવીને સ્વાગત કરવામાં આવ્યું

બેઠકમાં રામજી મહારાજ સાબરકાંઠા વિભાગ બજરંગ દળ વાલી, પોપટભાઈ સોલંકી ખેડબ્રહ્મા જિલ્લા કાર્યાધ્યક્ષ, પરેશકુમાર સોલંકી જિલ્લા સહમંત્રી, અતુલભાઇ ગાંધી જિલ્લા કોસાધ્યક્ષ, મણીભાઈ સુથાર જિલ્લા સેવા પ્રમુખ, જયંતિભાઈ પટેલ જિલ્લા સહ સેવા પ્રમુખ, દેવેન્દ્રભાઈ ભાવસાર જીલ્લા સમરસતા સંયોજક, કૃણાલભાઈ પંચાલ પ્રચાર પ્રસાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ સાબરકાંઠા, (ખેડબ્રહ્મા)