ગુજરાત
વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના કાર્યકર્તાઓ તારીખ ૪-૮-૨૪ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં જશોદા પ્રેસ આગળ એકઠા થઈ સાંજે બાબા બુઢા અમરનાથ યાત્રાએ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. આ કાર્યકર્તાઓને કંકુ ચોખા થી તિલક કરીને જય શ્રી રામના નારા બોલાવીને ભારત માતાકી જય બોલાવી બાબા અમરનાથ જય કારા સાથે યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સમયે ખેડબ્રહ્મા જિલ્લાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે કાર્યકર્તાઓના વાલીઓ પણ તેમને વળાવવા માટે આવ્યા હતા.
અહેવાલ :- ગુજરાત બ્યુરો