સંત નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે હિંમતનગર વક્તાપુર સ્થિત સંત કરસનબાપાએ મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાર્થના સભા બાદ શાળાના આચાર્ય સુરેશકુમાર એસ. પટેલે તેમને આવકાર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સમયાંતરે સંત કરસનબાપાએ બાળકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સૌ બાળકોને બિરદાવી વિદ્યાર્થી જીવનનું મહત્વ અને નક્કી કરેલા લક્ષને પામવા માટે કરવી પડતી મહેનત વિશે ઉપેદેશ આપ્યો હતો જેમાં મહેનત હંમેશા રંગ લાવતી હોવાની વાત કરી હતી તથા મહેનતથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે તેવા આશીર્વાદ આપ્યા હતા. શાળામાં ધોરણ 10 અને 12 ના દીકરા-દીકરીઓને આગામી બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે અને સારી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી પોતાનું, પરિવારનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી તમામ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ પ્રગતિ કરે તેવા આશિર્વચનો આપ્યા હતા
શુભેચ્છા મુલાકાત અંતમાં આભાર દર્શન સુપરવાઇઝર રજનીકાંત વાલા દ્વારા કરવામાં આવ્યા હતા.
“ગુરૂ” એ શ્રેષ્ઠ …..,
જેની પ્રેરણાથી કોઈનું…, જીવન બદલાય.,
અને …,”મિત્ર” એ શ્રેષ્ઠ ,જેની સંગતથી જીવનની રંગત બદલાય…!!
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)