👉 ખેડબ્રહ્મા, તા. ૧૫:
ખેડબ્રહ્મા નગરપાલિકા મિટિંગ હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી અને ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત ચીફ ઓફિસર રતાણી ની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી.
➡️ ઉપસ્થિત સભ્યો:
✅ ચૂંટાયેલ તમામ સભ્યો મિટિંગમાં હાજર રહ્યા હતા.
✅ સભા દરમિયાન નગર વિકાસ અને સંચાલન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
➡️ વિવિધ સમિતિના ચેરમેનની વરણી:
📌 કારોબારી સમિતિ: નિકુંજ યોગેશભાઈ રાવલ
📌 બાંધકામ સમિતિ: સુમિતકુમાર હસમુખલાલ રાવલ
📌 દીવાબત્તી સમિતિ: હેમલત્તાબેન અરવિંદભાઈ ઠક્કર
📌 આરોગ્ય સમિતિ: લતાબેન જગદીશકુમાર ભાવસાર
📌 પાણી પુરવઠા સમિતિ: સોનલબેન શિવુભાઈ બુબડિયા
📌 પ્રધાનમંત્રી આવાસ યોજના: પ્રશાંતકુમાર લાલાભાઈ પટેલ
📌 સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના: હંસાબેન દિનેશસિંહ ચૌહાણ
📌 શિક્ષણ અને લાયબ્રેરી સમિતિ: લક્ષ્મીબેન મહેશભાઈ પંચાલ
📌 રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ: હંસાબેન રમેશકુમાર વાળંદ
📌 નગર આયોજન સમિતિ: ભદ્રેશકુમાર જેસંગભાઈ પટેલ
📌 ટાઉન હોલ સમિતિ: નારાયણભાઈ બિજલભાઈ વસાવા
📌 ગુમાસ્તા ધારા સમિતિ: મીનાબેન પ્રવિણભાઈ ઠાકરડા
📌 સમાજકલ્યાણ સમિતિ: અજયકુમાર હીરાભાઈ
📌 બગીચા સમિતિ: તેજારામ રામજીભાઈ માળી
📌 આકારણી અને વસુલાત સમિતિ: મોનાલિસાબેન અરવિંદભાઈ તરાલ
➡️ પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું:
🗣️ “નવનિયુક્ત ચેરમેનોએ પોતાના ક્ષેત્રે પ્રભુત્વ સાથે કામગીરી કરી શહેરના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.”
🗣️ “શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને પાણી વ્યવસ્થા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રાથમિકતા આપીને નગરપાલિકાનું વલણ સ્પષ્ટ કરાયું છે.”
🎯 આગામી સમયમાં આ સમિતિઓ નગરપાલિકાના વિકાસકાર્યને આગળ ધપાવશે અને નાગરિકોને લાભ આપવા માટે કાર્ય કરશે.
📍 અહેવાલ: ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા