ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પગપાળા યાત્રિકોને રેડિયમ સ્ટીકર લગાવાયા, પોલીસ સ્ટેશને આરામ કરવા માટે ટેન્ટની કરાઇ વ્યવસ્થા.

સાબરકાંઠા

ખેડબ્રહ્મા તથા મોટા અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભરાતા મેળા માટે પગપાળા યાત્રિકો માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે તેવા સમયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. એ.વી. જોશી તથા પોલીસ સ્ટાફ દ્વારા પગપાળા આવતા યાત્રિકોના પાછળના ભાગે રેડિયમ સ્ટીકર લગાવાયા હતા. આવા સ્ટીકરથી રાત્રીના સમયે રોડની સાઈડે ચાલતા યાત્રિકોને ફોર વ્હીલર, ટુ વ્હીલર તથા ટ્રેકટર જેવા વાહનોના ચાલકો સરળતાથી રેડિયમ સ્ટીકરના ચળકાટથી રાત્રિના અંધારામાં ચાલતા પદયાત્રીઓને જોઈ શકે છે જેનાથી અકસ્માત થવાનો ભય રહેતો નથી. વધુમાં પોલીસ સ્ટેશન આગળ પોલીસ દ્વારા પગપાળા આવતા યાત્રિકો માટે આરામ કરવા , પીવાના પાણી માટે મિનરલ વોટર તથા લીંબુ સરબત ની પણ વ્યવસ્થા કરી યાત્રિકોને સહભાગી બની પુણ્યશાળી પગલું ભર્યું છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ સાબરકાંઠા (ખેડબ્રહ્મા)