ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે કરાયું શસ્ત્ર પૂજન, શસ્ત્રોને શાસ્ત્રોક વિધિ પૂર્વક કરાઇ પૂજા

સાબરકાંઠા

વિજયા દશમી પર્વના શુભ પ્રસંગે હિન્દુ ધર્મમાં શસ્ત્રોને પણ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક પૂજવામાં આવે છે. વર્ષમાં એક વખતે આવતા આ પર્વમાં શસ્ત્રોને પૂજન કરવાનો ખાસ મહિમા રહેલો છે. ક્ષત્રિય સમાજ સહિત અલગ અલગ રોજગાર ધંધો કરતા કારીગરો પોતાના ધંધા માટે વપરાતા સાધનોનું પૂજન કરે છે. આજના પ્રસંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતેના પી.આઇ ડી.આર. પઢેરિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક શસ્ત્રોને કુમકુમ તિલક કરી રક્ષાશુત્ર ધાગો બાધી તેમની વંદના કરી પૂજન અર્ચન કર્યું હતું આ સમયે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે પણ શસ્ત્રોનું પૂજન કરી સહભાગી બન્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)