ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પર આવેલ આંગણવાડીમાં કોબ્રાનાગની પાંચ ફૂટ લાંબી મળી કોથળી, તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં જવાબદાર કોણ ?

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ખાતે વાસણા રોડ પર આવેલ આંગણવાડીમાં કોબ્રા નાગની પાંચ ફૂટ લાંબી કોથળી (કાસળી) મળી આવતા ભૂલકાંઓના વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો અને વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદર આંગણવાડીમાં આશરે ૧૮ જેટલા બાળકો છે. મળતી માહિતી મુજબ સદર આંગણવાડીના બહેન દ્વારા અગાઉ છ મહિના પહેલાં સુપરવાઈઝરને જાણ કરવામાં આવી હતી પરંતુ આ બાબતે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આજે ફરીથી કોબ્રા નાગની કાસડી દેખાતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. ICDS અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા પણ કોઈ ઘટિત પગલાં નહીં લેતા આજે આવી ભયાનક ઘટના બનવા પામી હતી. સવાલ છે કે જો કોબ્રા નાગ આવા નાના નાના ભૂલકાઓને ડંખ મારે અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? તે એક સળગતો પ્રશ્ન છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ અંગે ઉચ્ચ કક્ષાએથી નોંધ લેવાય અને તેની યોગ્ય તપાસ થાય.

અહેવાલ:-ચંદ્રકાંત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)