ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ બન્યો વિલાન. વાતાવરણમાં આવ્યો પલટો

રાજ્યમાં કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરાતા સમગ્ર માહોલમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. રાત્રિના સમયે કમોસમી વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણી ભરાતા હતા અને ભેજનુ વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં નિરાશા છવાઈ હતી અને વરિયાળી, ઘઉં, રાયડા અને જીરું જેવા પાકને મહદઅંશે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી હતી.

સવારના સમયે ધુમ્મસ રૂપી ચાદર છવાઇ જતાં દૂર દૂર સુધી કંઇજ નજર આવતું ન હતું. જોકે સમયાંતરે વાતાવરણ ખુલતા ધુમ્મસથી રાહત મળી હતી પરંતુ સૂરજના દર્શન થયા ન હતા અને વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)