ખેડબ્રહ્મા સ્ટેશન શાળા (ચંચળબા) માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો!

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા સ્ટેશન ચંચળબા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય સમારંભ યોજાયો, જેમાં મહેમાનો, વાલીઓ અને શિક્ષકોની વિશેષ હાજરી રહી.

વિદાય સમારંભની ભવ્ય ઉજવણી

સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેનું ઉદ્ઘાટન ભાજપ ખેડબ્રહ્મા શહેર સંગઠનના યુવાન પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડો.પ્રિયંકાબેન ખરાડી, શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન પંચાલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીગણ અને શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું.

આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું, જ્યારે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ વિદાય લેનાર વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનાત્મક ઉદબોધન આપ્યું.

વિદ્યાર્થીઓ માટે વિશેષ સંભારણા

  • ખેડબ્રહ્મા યુવા દ્વારા “ચકલી ઘર” અને “ચકલોડીયા” નું વિતરણ
  • શાળાની બાળાઓ દ્વારા મનમોહક નૃત્ય અને સ્વાગત ગીત
  • ધોરણ 3 ની નાની બાળકી દ્વારા અંગ્રેજીમાં પ્રભાવશાળી ભાષણ
  • ધોરણ 8 ની વિદ્યાર્થી ક્રિષ્ના સોનીએ પોતાના શાળાકીય અનુભવો શેર કર્યા
  • શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ ઇનામોનું વિતરણ

ઉપસ્થિતિ અને સમારંભની સફળતા

વાલીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી સાથે વિદાય સમારંભ હર્ષ અને હૂંફભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો. અંતે શાળા પરિવાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી.

આ સમારંભે વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના એક મહત્વપૂર્ણ તબક્કાની યાદગાર વિદાય બનાવી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)