ખેતીવાડી ખાતાની સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા માટે તા.૦૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવશે. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)