
જૂનાગઢ, તા. ૯ મે |
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ
ગુજરાત સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની તક મળેલી છે. આઈખેડૂત પોર્ટલ (2.0) હવે ખુલ્લું મુકાઈ ગયેલું છે અને ખેડૂતોને ૩૧ મે ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.
કઈ યોજનાઓ માટે મળી શકે છે સહાય?
- કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન
- વધું ખર્ચવાળા ફળપાકો સિવાયના પાકો
- સુગંધિત તથા ઔષધીય પાકો (લેમન ગ્રાસ, તુલસી, ખસ, સિટ્રોનેલા, વગેરે)
- હાઈબ્રિડ શાકભાજી અને કંદ/ફુલ પાકો
- પોલીહાઉસ/નેટહાઉસમાં ઉગાડાતા મૂલ્યવાન પાકો
- ગુલાબ, જર્બેરા, સેન્ટી, કાર્નેશન વગેરેના પ્લાન્ટીંગ મટીરિયલ્સ
- મધમાખી ઉછેર માટે બોક્ષ-કોલોની સહાય
અરજી કેવી રીતે કરવી?
- ખેડૂતોએ ikhedut.gujarat.gov.in પોર્ટલ પર નોધણી કરવી પડશે.
- નોધણી બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવી અને પ્રિન્ટ કાઢી રાખવી.
- મંજુરી બાદ ક્લેઇમ સબમિટ સમયે તે પ્રિન્ટ અને દસ્તાવેજો સાથે જુનાગઢ જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
📍 સરનામું: નાયબ બાગાયત નિયામક કચેરી,
સરદાર બાગ પાસે, નિલમબાગ, લઘુકૃષિ ભવન, જૂનાગઢ
📞 ફોન: 0285-2635019
ખેડૂતો માટે આ અવસરને ચૂકી ન જશો. સમયમર્યાદા ૩૧ મે સુધીની છે.