ખેરગામના દત્ત આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરાઇ.

ખેરગામ

ખેરગામ ના સરસિયા ફળિયા ખાતે આવેલ બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ ગુરુ રામાનંદજી દ્વારા સ્થાપિત ભગવાન દતતાત્રેય ના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાંયડો – સુરત ગ્રુપ , ભવાની સેવા ગ્રુપ , ખેરગામ રામજી મંદિર મહિલા મંડળ સાથે દત્તાત્રેય મંદિર મંડળ ટ્રસ્ટ જોડાયું હતું.

ખેરગામ સરસિયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ ગુરુ દ્વારા સ્થાપિત ભગવાન દતતાત્રેયના મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિતે ભુદેવ યજ્ઞાચાર્ય ઋષિકેશ ભટ્ટ દ્વારા સૌ પ્રથમ પાદુકા પૂજન કરી ગુરુ પૂજા ની શરૂઆત કરવામાં આવી હતી. જે પાદુકા પૂજન માં અજય ભાઈ , જીતુભાઈ , સાથે કિશોર ભાઈ અને એમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ પૂજા દત બાવની ના પાઠ , રંગ બાપજી ના ભજનો ખેરગામ રામજી મંદિર મહિલા મંડળ દ્વારા ગવાય હતા.

આ સમગ્ર કાર્યક્રમ માં આશરે સાત વર્ષ થી દત્તાત્રેય મંદિર સંસ્થા સાથે જોડાયેલા છાંયડો – સુરત ગ્રુપ બાદ ભવાની સેવા ગ્રુપ પણ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. છાંયડો – સુરત ગ્રુપ દ્વારા સરસિયા દત્તાશ્રમ ખાતે શ્રી રંગ વિદ્યાલય ના આદિવાસી વિધાર્થી ઓને છાત્રાલય ની સુવિધા પૂરી પાડી ધો. 6 થી 12 સુધીના 250 થી વધુ આદિવાસી વિધાર્થી ઓ ને નિભાવણી માટે આર્થિક અને શિક્ષણ , ખાદ્ય વસ્તુ સામગ્રી પૂરી પાડીને અઢીસોથી વધુ વિધાર્થી ઓને બે સમય નું ભોજન અને સવારે નાસ્તો આપવાની વ્યવસ્થા સુરત ની છાંયડો સંસ્થા ના ભરતભાઇ શાહ દ્વારા સેવા કાર્ય બજવાઈ રહ્યું છે સુરત વરાછાની ભવાની સેવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના હસમુખભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ વિગેરે સંચાલન દત્તાશ્રમ બ્રહ્મલીન કૃષ્ણાનંદજી ગુરુજી સાથે પ્રારંભથી જોડાયેલા અરુણભાઈ દેસાઈ દ્વારા દાન દક્ષિણા લાવી આશ્રમ માટે માટે મદદગાર બન્યા છે વલસાડના તેમના શુભેચ્છકો ડૉ. પંકજ માવાણી કેવિન સમીર મપારા માજી વલસાડ પાલિકા પ્રમુખ સોનલબેન,ડૉ.સ્વ. મોઘાભાઈ ના સુપુત્ર અજય, કિશોર અલ્પેશ મહેશ દેસાઈ વગેરે દ્વારા આર્થિક મદદ અને વસ્તુ દાન કરાય છે . ગુરુ પૂર્ણિમા ના કાર્યક્રમ માં રામાયણ નાનાજી હાસ્ય કલાકાર રમેશભાઈ ચાંપાનેરી-રસમંજનનો બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ આનંદ ઉલ્લાસથી ભાગ લીધો તેમાં હાસ્ય કલાકાર રમેશભાઈએ પેટ પકડીને સૌને હસાવ્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે રમેશભાઈ રસમંજન નું ટ્રસ્ટી અરૂણભાઇએ,ભવાની સેવા ગ્રુપના હસુભાઈ નું સંચાલક કાળીદાસ ભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. હસુભાઈ- ભવાની સેવા ગ્રુપ દ્વારા છાત્રાલય શાળા માટે ચાલીસ જેટલા સીલીંગ ફેન દાનમાં આપવામાં હતા, જેનો કાળીદાસ, અરુણભાઈએ આભાર સ્વીકાર કર્યો હતો.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)