ભૈરવી ઓરંગા નદી તટ પાસે સની સપ્ત સ્થાપક સંકલની સ્થાપના કરનાર ધાર્મિક મંત્ર – યંત્ર – પુજાપા ની દુકાન સ્થાપનાર રમેશ ભાઈ સોની ( રમેશ કાકા ) નું દેહ અવસાન થતાં સમગ્ર વિસ્તાર માં શોક ની લાગણી પ્રસરી. ભૈરવી ગામે આવેલ ઓરંગા નદી ના તટ પાસે શનિ સપ્ત સ્થાપના ની શરૂવાત કરનાર રમેશ ભાઈ સોની ની ઈચ્છા અનુસાર ગ્રામ્ય વિસ્તાર માં શનિદેવ ભગવાન થતાં સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ ની એક સિલામાંથી વિરાટ બજરંગ બલી ની મૂર્તિ સ્થાપના કરાઈ હતી સાથે જ સ્વ. પુત્ર દત્તાત્રેય ની યાદ માં બાળવાટિકા બનાવી હતી.
આજે શનિધામ ખાતે વિરાટ થયેલું પંચ પ્રકૃતિ નું વટ વૃક્ષ પિપ્લેશ્વર મહાદેવ અને એની સાથે નાગદેવતા, શિવમંદિર, ભૈરવ દાદા મંદિર નવગ્રહ મંદિર વગેરે ઉપાસના માટે ના બહુવિધ મંદિરો ની સ્થાપના કરી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પોતાના સ્વ. પુત્ર ની યાદ માં અંબા માતા ની પ્રતિમા નું અનાવરણ સાથે ઓરંગા ઘાટ પાસે મંશાદેવી મંદિર વગેરે ઘણી જગ્યા એ ભગવાન કાર્ય માં સર્વે સર્વા કાર્યરત રહ્યા હતા રમેશ ભાઈ સોની ( રમેશ કાકા ) દક્ષિણ ગુજરાત માં ધર્મ – મંત્ર – યંત્ર પૂજાપા માટે ની સામગ્રી નું સૌ પ્રથમ ભક્તિ ભંડાર ના નામે સેવા કેન્દ્ર ( દુકાન ) ની સ્થાપના કરી હતી.
જ્યાં માનવ સમાજ ને ધાર્મિક કાર્ય ને ધાર્મિક વિધિ ને લગતી ઉપયોગી ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા હતા. સાથે જ રમેશ કાકા ધર્મ શાસ્ત્ર વિશે સારું જ્ઞાન ધરાવતા હોવાથી પ્રજા ને ઉપયોગી માર્ગદર્શન પણ આપતા હતા. રમેશ કાકા ની વિદાઈ ને લઇ ને સમગ્ર પંથક માં શોક ની લાગણી પ્રસરી હતી. જેમની અંતિમ યાત્રા માં મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહી ભારે હૈયે વિદાઈ આપી હતી.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)