ખેરગામના 70 જેટલા સ્કૂલવાન ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું:મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

ખેરગામ

ખેરગામમાં સ્કૂલવાન ફરજિયાત ટેક્ષી પાસિંગ અને પાસિંગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓ બેસાડવાના આરટીઓના ફરમાન સામે વાહન ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.જેને લઈને ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને કામ ધંધો બગાડી જાતે મુકવા લેવા આવવાની નોબત આવતા વાલીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.બીજી તરફ સૌથી સ્કૂલવાન ચાલકોએ મામલતદારને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે આર.ટી.ઓના નિયમો મુજબ બાળકોને બેસાડવાની સંખ્યા નક્કી થયેલ છે.તેમાં અમો કપરી પરિસ્થિતિમાં મુકાઈ તેમ છે.અમો સામાન્ય ગરીબ રોજ કમાઈ ને ખાતા વ્યક્તિઓ હોય ટેક્ષી તથા મેક્ષીનું પાસિંગ આર્થિક રીતે કમર તોડી નાંખે છે.જેની સીધી અસર અમારા પરિવાર પર થાય તેમ છે.તે રદ કરવામાં આવે અથવા આર્થિક સ્થિતિમાં થોડો લાભ થાય તે રીતે યોગ્ય કરી આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને બેસાડવાનો સંખ્યા જે આરટીઓ થકી નક્કી થયેલ છે.તેમાં વધારો કરી સુધારો કરી આપવામાં આવે જેથી અ હમો તથા વાલીઓને આર્થિક સંકડામણ ન થાય અને પરવડી શકે હાલે મોંઘવારીના સમયમાં હમો તથા વાલીઓ તમામને આર્થિક ભીંસ સતાવે છે.જેને ધ્યાનમાં લેવા જણાવાયું છે.

ખેરગામ વિસ્તારમાં 70 થી વધુ વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની કામગીરી કરતા વાહન ચાલકોએ વીજળી હડતાલ કરતા હાલની કારમી મોંઘવારીમાં સ્કૂલવાન ચલાવી ડ્રાઇવર તરીકેની કામગીરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા ડ્રાઇવરોની હાલત કફોડી બની જવા પામી છે.અને તેમની આર્થિક હાલત દામાદોડ થાય તેમ હોય ઉપરોક્ત પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ આવે એ પણ એટલું જ જરૂરી બન્યું છે.ત્યારે તંત્ર આ બાબતે શું નિવારણ લાવે તે જોવું રહ્યું

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)