ખેરગામમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં તાજીયાઓનુ ઝુલૂસ સંપન્ન.

ખેરગામ

ઇસ્લામ ધર્મ માટે કરબલાના મેદાનમાં શહિદ થયેલા હઝરત ઇમામ હુસેન અને 72 સાથીઓની યાદમાં મુસ્લિમો મહોરમ પર્વ મનાવે છે.બુધવારે મહોરમના પર્વ નિમિત્તે ખેરગામ મુસ્લિમ મહોલ્લાથી ભવ્ય તાજીયા ઝુલુસ શરૂ કરી બજાર પોસ્ટ ઓફિસ થઈ મસ્જિદે થઈ ઔરંગા નદી ખાતે ટાઢા કરવા માટેની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

જેમાં હિન્દૂ સમાજના આગેવાનો અનિલભાઈ કાપડિયા,તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ પટેલ,ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા સહિતના આગેવાનો દ્વારા માજી મુતુવલી ઝમીરભાઈ શેખ,તાજીયા કમિટીના પ્રમુખ શોએબભાઈ શેખ,ફારૂકભાઈ શેખ,મુતવલ્લી ગુલામભાઈ શેખ સહિતના આગેવાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે આગલી રાત્રે પણ તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું.બુધવારે બપોરે મોહરમના કલાત્મક તાજીયાનુ ઝુલુસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરગામના પીએસઆઇ એમબી ગામીત અને તેમના પોલીસ સ્ટાફ, હોમગાર્ડઝ ગ્રામ રક્ષક દળ વિગેરેએ સુલેહ શાંતિ જાળવવા ખડે પગે સેવા આપી હતી.

અહેવાલ:- અંકેશ યાદવ (ખેરગામ)