ખેરગામ તાલુકાના તોરણવેરાની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી.

ખેરગામ

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સાથે ગણદેવી મત વિસ્તારના ધારા સભ્ય નરેશભાઈ પટેલના હસ્તે 1 કરોડ થી પણ વધુના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા તેમજ શાળામાં કમ્પ્યુટર લેબ 8 લાખ અને 7 લાખના ખર્ચે બનેલી આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું.

ધારા સભ્ય નરેશભાઈ પટેલ,ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ,ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ,ગામના સરપંચ સુનિલભાઈ,ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન, પ્રશાંતભાઈ નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ગમનભાઈ હુડકિયા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઇ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં 33 આંગણવાડીમાં 5 બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.જેમાં ધારાસભ્યના નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઉભુ કર્યું છે તે માટે સરકારનો આભાર માનું છું આ શાળામાં અભ્યાસ કરેલો વ્યક્તિ ખૂબ આગળ વધ્યો છે.જેથી નવી પેઢી પણ સારું શિક્ષણ મેળવી ખૂબ આગળ વધશે એવી મને અપેક્ષા છે.આ કાર્યક્રમમાં વાલીઓ ગામના અગ્રણીઓ મોટી સંખ્યમાં ઊપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)