ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી વાડ ગામની પ્રાથમિક શાળામાં યોજાઇ, જેમાં તાલુકાના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી પંચે પાંચ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કર્યા બાદ કોઈ ખામી ન હોવાને કારણે તેમને સીધી બિનહરીફ વિજેતા જાહેર કર્યા.
નવી વરણી અનુસાર પ્રમુખ તરીકે દિવ્યેશકુમાર ઉમેદસિંહ ચૌહાણ (મુખ્ય શિક્ષક, નારણપોર પ્રાથમિક શાળા) બીજી ટર્મ માટે ચૂંટાયા.
ઉપપ્રમુખ રાજેશભાઈ ઝુલુભાઈ પટેલ (ઉપશિક્ષક, પાટી પ્રાથમિક શાળા),
મહામંત્રી કિરીટભાઈ ભીમભાઈ પટેલ (મુખ્ય શિક્ષક, વાડ મુખ્ય પ્રાથમિક શાળા) – બીજી ટર્મ,
સહમંત્રી જિતેન્દ્રભાઈ બિસ્તુભાઈ ગાયન (મુખ્ય શિક્ષક, નડગધરી પ્રાથમિક શાળા),
ખજાનચી પરેશભાઈ ગણપતભાઈ પટેલ (મુખ્ય શિક્ષક, પણંજ પ્રાથમિક શાળા) – બીજી ટર્મ.
ખેરગામ તાલુકો 2013માં ચીખલી તાલુકામાંથી અલગ થયા બાદ આ ચૂંટણી પાંચમી વખત બિનહરીફ વરણી તરીકે યોજાઇ છે, જે શિક્ષકોની એકતા અને સંઘના મજબૂત નેતૃત્વનું દર્શન કરે છે.
આ નવી વરણીને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો સહિત અનેક શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી, જે તાલુકાના શૈક્ષણિક વિકાસ, શિક્ષક કલ્યાણ અને સમુદાય સેવા માટે પ્રેરણાદાયક બની રહેશે.
અહેવાલ: અંકેશ યાદવ, ખેરગામ