ખેરગામ
ખેરગામ ના રામજી મંદિર બંધાડ ફળીયા ખાતે ચાલી રહેલા કથાકાર ભાસ્કરભાઈ દવે ના નવરાત્રી અનુષ્ઠાન ને ભારે આનંદ અને “જય અંબે જગદંબે” ના નાદ થી વિરામ આપવામાં આવ્યો હતો. ભાસ્કરભાઈ દવે એ જણાવ્યું હતુ કે ” જીવન મા પ્રસન્નતા મેળવવા માટે તપ, યજ્ઞ અને દાન મહત્વ ના છે”. શક્તિ ની આરાધના થી જીવન મા આવતી આધી -વ્યાધિ-ઉપાધી નો નાશ થાય છે. કળિયુગ મા દેવી ની સાધના તરત ફળ આપે છે. ઉર્જિતાબેન,સતિષભાઈ સહીત વિશાળ ભાવિક ભક્તો એ પુર્ણાહુતી નો લાભ લીધો હતો. અનુષ્ઠાન દરમિયાન વાવ -ધોબી કુવા- પીઠા – ભૈરવી – બહેજ સહીત ભક્તો એ યજ્ઞ મા આહુતિ આપી હતી. મુખ્ય યજમાન રામભાઈ ભીખાભાઈ એ ભાસ્કરભાઈ નુ સ્વાગત કર્યુ હતુ. અને ઉપસ્થિત ભક્તજનો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરી હતી. માતાજી ના જવારા નુ અવરંગા નદી મા વિસર્જન કરવામાં આવ્યું હતુ.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)