ખેરોજ પોલીસ દ્વારા ૧૨ જેટલા ગુના ડિટેક્ટ કરી 24 મોટર સાયકલ સહિત ₹/-5,80,000 ના મુદ્દામાલ સાથે આરોપીની કરેલ ધરપકડ.

          ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.એન. સાધુ તથા પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબડીયા ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અ.પો.કો. વિરેન્દ્રભાઈ અમૃતભાઈને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળેલ કે બાઇક ચોરી કરતી ગેંગના બે  ઈસમો તથા પોશીના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવીયા ઉર્ફે દેવા બાબુભાઈ ગમાર રહે.

પીપળા તા. કોટરા છાવણી જી. ઉદયપુર (રાજસ્થાન) તથા તેની સાથે બીજો આરોપી તેજાભાઈ હાપીયાભાઈ પારગી રહે બોટી,તા કોટડા છાવણી (રાજસ્થાન) વાળા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરીઓ કરે છે અને તેઓએ એક કાળા કલરનું લાલ સફેદ રંગના પટ્ટાવાળું એચ.એફ. ડીલક્ષ મોટરસાયકલ લઈને કોટડા ગઢીથી લાંબડીયા તરફ આવી રહ્યા છે જે વાતમી આધારે પારસ વિદ્યાલય રોડ ઉપર શંકાસ્પદ બાઇકની વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની બાઇક લઈને આરોપીઓ આવતા તેમને રોકી બાઈક ચાલકનું નામઠામ પૂછતાં તે પોતે દેવીયાભાઈ ઉર્ફે દેવાભાઈ બાબુભાઈ ગમાર રહે.

પીપળા તા.કોટડાનો હોવાનું તથા મોટર સાયકલની પાછળ બેઠેલા ઈસમનુ નામ પૂછતાં તેજાભાઈ હાપીયાભાઈ પારગી રહે. બોટી તા.કોટડા (રાજસ્થાન) નો હોવાનું જણાવેલ અને તેઓ પાસેની Hero કંપનીનું કાળા કલરનું લાલ સફેદ કલરનું પટાવાળું Hf deluxe મોટરસાયકલ GJ-09 DH- 1108 ના કાગળો માગતા તે ન હોવાનું જણાવેલ તથા ઉડાઉ જવાબો આપતા સંતોષ કારક હકીકત ન જણાતાં તે બાઈક ચોરી કરી મેળવેલ હોવાનું જણાતુ હોઇ પોકેટ કોપ મોબાઈલ અંતર્ગત ઓનલાઈન ચેક કરતા.સદર બાઈક ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હોવાનું જણાતા સદર બાઈકની કિંમત 25000 ગણી બી.એન.એસ. કલમ 106 મુજબ તેનો કબજે કરી સદર પકડાયેલા આરોપીઓને ખેરોજ પો.સ્ટે. લાવી વધુ પૂછપરછ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)