ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી – શાળા થી લઈને રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓ.

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન રાજ્યભરમાં ભવ્યતા સાથે થવાનું છે. જેમાં શાળા/ગ્રામ્ય કક્ષા, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન (ટીમ રમત) અને રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓનું આયોજન થશે.

ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સાંજે ૬ વાગ્યા સુધી પોતાની ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન માટે અધિકૃત વેબસાઈટ છે –
🌐 https://khelmahakumbh.gujarat.gov.in

શાળા કક્ષાએ ફરજિયાત સ્પર્ધાઓ:

  • વય જૂથ : અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭

  • એથલેટિક્સ ઇવેન્ટ્સમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવો રહેશે.

રજીસ્ટ્રેશનની શરતો:

  • અં-૧૧, અં-૧૪, અં-૧૭ તથા ઓપન એજ (સિનિયર) ગૃપના શાળાના ખેલાડીઓએ પોતાની શાળાના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

  • કોલેજના ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે.

  • અભ્યાસ ન કરતા ખેલાડીઓ પોતાના ગામની શાળા/હાઈસ્કૂલ મારફતે અરજી કરી શકશે.

વિજેતા ખેલાડીઓને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોકડ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.

મદદ માટે હેલ્પલાઈન:

  • ટોલ ફ્રી નંબર : ૧૮૦૦૨૭૪૬૧પ૧

  • સમય : સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦

જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જાહેર કરાયેલા અખબારી યાદીમાં તમામ શાળાઓ, કોલેજો અને ખેલાડીઓને સમયસર ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ