ગત વર્ષે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં બનાસકાંઠા જિલ્લાએ મેડલ ટેલીમાં તૃતીય સ્થાન મેળવ્યું
ખેલ મહાકુંભ ૨.૦ વર્ષ:-૨૦૨૩-૨૪ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૨,૩૦૪,૮૧ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં વિવિધ વય જુથમાં અને ૩૯ રમતોમાં ગ્રામ્ય/શાળા કક્ષા /તાલુકા/ જિલ્લા ઝોન /રાજ્ય કક્ષાએ રમતોત્સવનું સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ આયોજન કરાયું હતું.
ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં મેડલ ટેલીમાં બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યમાં તૃતિય સ્થાન મેળવ્યું હતું, જે અન્વયે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગત વર્ષના પ્રથમ,દ્રિતિય અને તૃતિય સ્થાન મેળવેલ જિલ્લાઓને ટ્રોફી આપી સન્માનિત
કરાયા હતા. જે ટ્રોફીને આજ રોજ તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલને અર્પણ કરાઇ હતી.
ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦મા બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ વય જુથમાં અને ૩૯ રમતોમાં ૨,૫૬,૭૮૭ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તાલુકા/જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૦૬/૦૧/૨૦૨૫ થી શરૂ કરાઈ છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓ રાજ્યકક્ષાએ સારુ પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં અગ્ર હરોળમાં આવે તે મુજબની અપેક્ષા વિવિધ રમતવીરોમાં રહેલી છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)