જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભમાં વિવિધ ૩૯ રમતો જુદાં જુદાં ૬ વયજૂથમાં યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે હેતુથી શાળા, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ ૩૯ રમતો જુદાં જુદાં ૬ વયજૂથમાં યોજાશે. ખેલ મહાકુંભ ઓપન સ્પર્ધા છે. તેમાં વિદ્યાર્થીઓની સાથે અન્ય લોકો પણ ભાગ લઈ શકે છે. જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભમાં (૧)અંડર-૯(જન્મ તા.૦૧/૦૧/૨૦૧૬)અને તે પછી જન્મ્યા હોઈ તેવા, (૨)અંડર-૧૧(જન્મ તા.૦૧/૦૧/૨૦૧૪)અને તે પછી જન્મ્યા હોઈ તેવા, (૩)અંડર-૧૪(જન્મ તા.૦૧/૦૧/૨૦૧૧)અને તે પછી જન્મ્યા હોઈ તેવા, (૪)અંડર-૧૭(જન્મ તા.૦૧/૦૧/૨૦૦૮)અને તે પછી જન્મ્યા હોઈ તેવા, (૫)ઓપન એઈજ ગૃપ(જન્મ તા.૩૧/૧૨/૨૦૦૭)અને તે પહેલા જન્મ્યા હોઈ તેવા, (૬)૪૦ વર્ષથી વધુ ઉંમરના(જન્મ તા.૦૧/૦૧/૧૯૬૫ થી તા.૩૧/૧૨/૧૯૮૪)દરમિયાન જન્મ્યા હોઈ તેવા, (૭)૬૦ વર્ષથી વધુ ઉંમરના(જન્મ તા.૩૧/૧૨/૧૯૬૪)અને તે પહેલા જન્મ્યા હોઈ તેવા વિવિધ રમતમાં ભાગ લઇ શકે છે.
તાલુકાકક્ષાએ યોગાસન, ચેસ, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક, રસ્સા ખેંચ અને કબડ્ડી સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે. ઉપરાંત જિલ્લાકક્ષાએ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે. શાળા, ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. ઉપરાંત તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓ ઝોનકક્ષા અને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ફૂટબોલ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, ટેબલટેનિસ, આર્ચરી, સ્કેટીંગ, સ્વીમીંગ, ચેસ, યોગાસન, હોકી, રસ્સાખેંચ, શૂટિંગબોલ, હેન્ડબોલ, લોન ટેનિસ,ટેક વેન્ડો, કરાટે, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટિંગ સહિતની સ્પર્ધા યોજાશે. રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેનાર સંસ્થા-વ્યક્તિએ પોતાની એન્ટ્રી શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાના કનવીનરો પાસે કરાવવાની રહેશે. કોઈ પણ ખેલાડી બે સ્પર્ધામાં જ ભાગ લઈ શકે છે.
તાલુકાકક્ષા સ્પર્ધા–(૦૧) જૂનાગઢ: શ્રી અલ્તાફભાઇ સીડા (મો.૮૭૮૦૪૪૨૪૬૨), (૦૨) ભેસાણ:શ્રી ભાવિનભાઈ ઉસદડ (મો.૯૭૧૨૫૭૨૭૦૩), (૦૩) વિસાવદર:શ્રી ભરતભાઈ ભેટારીયા (મો.૯૮૨૫૭૨૮૨૩૯), શ્રી મહેશભાઈ પરમાર(મો.૮૧૪૧૮૭૪૮૨૮), (૦૪) મેંદરડા : શ્રી ગીરીશભાઈ પાંચાણી(મો.૯૮૭૯૯૭૦૫૪૫,મો.૯૭૩૭૬૬૦૫૯૫), (૦૫) માળિયા હાટીના:શ્રી ભરતભાઈ પરમાર (મો.૯૮૭૯૮૫૫૫૬૫), (૦૬) માંગરોળ:શ્રી શૈલેષભાઈ પરમાર (મો.૯૮૨૪૧૪૮૪૮૦), (૦૭) કેશોદ : ડો.હમીરસિંહ વાળા (મો.૯૮૨૪૪૭૬૭૯૦), (૦૮) માણાવદર:શ્રી અક્ષયભાઈ કાનાણી (મો.૬૩૫૩૩૦૨૭૪૪), શ્રી વિશાલ ગોસ્વામી (મો. ૮૧૬૦૮૪૩૮૦૬), (૦૯) વંથલી:શ્રી અમિતભાઈ સાંકળિયા (મો.૮૧૫૪૯૪૩૮૭૫), શ્રી બીપીન જીંજવાડીયા (મો.૯૨૬૫૪૬૩૫૪૦)ઝોનક્ક્ષા સ્પર્ધા – ઝોન–૧ : શ્રી વસંતભાઈ મધુડીયા (મો.૯૪૨૭૧૮૪૯૭૦), ઝોન–૨ : શ્રી દર્શનભાઈ વાઘેલા (મો.૭૯૮૪૪૫૪૪૧૩), ઝોન – ૩ : શ્રી ગોવિંદભાઈ છૈયાં (મો.૯૮૨૫૬૭૩૦૨૬), ઝોન –૪: શ્રી ઇરફાનભાઈ ગરાણા (મો.૯૮૯૮૮૩૭૩૭૫), ઝોન – ૫ : શ્રી રસિકભાઈ કનેરિયા (મો.૭૯૮૪૦૮૭૯૫૭), ઝોન – ૬ : શ્રી ભરતભાઈ પરમાર (મો.૮૭૮૦૩૫૫૩૯૨), ઝોન – ૭ : શ્રી ભાવેશભાઈ લીંબડ (મો.૯૫૫૮૮૮૧૯૮૧), ઝોન – ૮ : શ્રી હેમંતભાઈ ચાવડા (મો.૯૯૨૪૪૩૪૨૨૨) આ અંગે વધુ વિગતો મેળવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ નો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)