ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધા યોજાશે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumh.gujarat.gov.in પર ડિસેમ્બર-૨૦૨૪ની તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું.

અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ તથા ઓપન એઈજ (સિનિયર) ગ્રુપમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કૂલ હાઈસ્કૂલ માંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢની એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે jagdish યાદવ (જૂનાગઢ)