સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષા નેટબોલ સ્પર્ધા નું આયોજન તારીખ 27 અને 28 નવેમ્બર ના રોજ સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદર 14 બહેનોમાં ગજેરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
ગજેરા ગ્લોબલ સ્કૂલ ની ત્રણ વિદ્યાર્થીની માયશા ભટ્ટ, દિવ્યાંશી કંથારીયા અને હિયા મકવાણા નો 68 મી નેશનલ ગેમ્સ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા અને તારીખ 24 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી યોજાઇ રહેલી છત્તીસગઢ ખાતેની 68 મી નેશનલ માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા તથા કુમારી કિંજલ ગજેરા અને શાળાના આચાર્યશ્રી શ્રીમતી શ્વેતા પરિહરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તે શાળાના સ્પોર્ટ્સ મેન્ટોર ધવલ ચૌહાણ અને દર્શના ગામેતી પાસે તાલીમ મેળવી રહ્યો છે.