
રિપોર્ટર: વિવેક જોષી, ગડુ (જૂનાગઢ)
ગડુ મુકામે આજે જુનાગઢ-ગીર સોમનાથના લોકપ્રિય યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ નેશનલ હાઇવે ઉપર મંજુર થયેલ ઓવરબ્રિજ મુદ્દે સ્થાનિક વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે બ્રિજના આયોજનથી સ્થાનિક વેપાર ધંધા પર વિપરીત અસર થવાની શક્યતા છે. આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ સાંસદશ્રીએ તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એવું સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું કે વિકાસકાર્યથી વેપાર ધંધાને નુકસાન ન થાય અને સમતોલ માર્ગ બહાર પડે.
આ અવસરે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કાનભાઈ પંડિત, સરપંચ બાદલભાઈ અને ઉપસરપંચ રાજેશભાઈ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આ સિવાય “વન નેશન વન ઇલેકશન” મુદ્દે પણ ગડુ ગામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી તેનો સાથ સાંસદશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સાંસદશ્રીએ સંપૂર્ણ સમર્થન આપ્યું.