ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા ચીખલી ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની સાંજે વિશાળ જનમેદની હાજરીમાં વાલીદિન સમારંભ યોજાયો હતો.જેમાં નરેશભાઈ પટેલે વાલીઓને સંબોધતાં કહ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ મેળવવું ખુબ જરૂરી છે.સરકાર તે માટે ચિંતિત છે.અને શાળાના અદ્યતન મકાનો બનાવી રહી છે.
એક સમય એવો હતો કે શાળાનાં મકાનો નાનાં અને સુવિધા વગરના હતા.હવે તેવું નથી.વાલીઓએ પણ બાળકોના શિક્ષણમાં ધ્યાન આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે રોજ દશ પંદર મિનીટ બાળકો સાથે એમના શિક્ષણની ચર્ચા કરી એમણે પ્રોત્સાહિત કરવા જોઈએ.તેથી બાળકોમાં શિક્ષણ તરફ ઉત્શાહ વધશે.અને પરીણામ સારું આવશે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ, જિલ્લા પંચાયત આરોગ્યના ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા,ભાજપના પ્રમુખ લીતેશ ગાવિત,ખેરગામ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ પરમાર,નિવૃત શિક્ષક ફતેસિંહભાઈ,ખેરગામ તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ,અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને ગામના અને આજુબાજુના ગામોનાં વાલીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શાળાના સંશાધનોના વિકાસ માટે ઉદાર હાથે દાનનો પ્રવાહ રેલાવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયા,પંચાયતનાં તમામ સભ્યો યુવા આગેવાન ભાવેશ વાઢું,શાળાના આચાર્ય,એસ.એમ.સીનાં સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)