ગણેશ વિસર્જનના પાવન અવસર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અખંડિત રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ ખાસ ચાકચીક્યુલી યોજના તૈયાર કરાઈ છે.
આ યોજના અંતર્ગત વેરાવળ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાના રૂટ પર અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આજરોજ વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીની આગેવાની હેઠળ ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું. સમગ્ર રૂટ પર ડ્રોન ઉડાડી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર તાત્કાલિક નજર રાખી રહી છે.
📌 પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, વિસર્જન દરમિયાન કોઇ અણધાર્યા બનાવ ન બને, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે વિસર્જનનો આનંદ માણી શકે તે માટે આ ટેકનિકલ પગલાં લેવામાં આવ્યા છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ