જૂનાગઢ, તા. ૮ એપ્રિલ, ૨૦૨૫:
ગુજરાતના પાવન ધામ ગિરનાર પર્વત પર ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્ર સેના રેડ્ડીએ આજ રોજ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમના આગમન સમયે મંદિરના મહંત દ્વારા પ્રસાદીની ચુંદડી અર્પણ કરી તેમની આત્મિક ભાવનાને માન આપી હતી.
🚡 Ropewayના થ્રિલિંગ અનુભવ:
રાજ્યપાલ શ્રી ઇન્દ્ર સેના રેડ્ડીએ ગિરનાર રોપ-વેની રોમાંચક યાત્રા પણ કરી હતી. ઉડનખટોલાથી ગિરનાર પર્વતના અનોખા સૌંદર્યને નિહાળતાં તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. રોપ-વેનું આ આધુનિક સાધન હવે યાત્રાળુઓ માટે ગુજરાતનું ગૌરવ બન્યું છે.
🌸 મહેમાનોની હાજરી અને ભાવભીનું સ્વાગત:
આ અવસરે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉષાબ્રેકો મેનેજર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
🎉 માધવપુર મેળામાં પણ લેશે ભાગ:
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્ર સેના રેડ્ડી પ્રસિદ્ધ માધવપુર ઘેડના સાંસ્કૃતિક મેળામાં પણ ભાગ લેશે. તેમના આગમન સમયે કેશોદ એરપોર્ટ પર જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિત અધિકારીઓએ ભાવભેર સ્વાગત કર્યું હતું, અને રાજ્યપાલને જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો.
✍️ અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ