ગાંધીગ્રામ-ઓખા વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેનના ફેરા 24 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનના ગાંધીગ્રામ સ્ટેશનથી ચાલતી ગાંધીગ્રામ-ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન (09435/09436)ની ફ્રિકવન્સી 24 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે, જેનો સમય જૂન, 2024 સુધી નક્કી કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન જે ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે ઉપડે છે તે 13.07.2024 થી 24.08.2024 સુધી ચાલશે. તેવી જ રીતે, વળતી દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન જે દર રવિવારે ઓખાથી ઉપડે છે તે 14.07.2024 થી 25.08.2024 સુધી ચાલશે.

આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.

ટ્રેન નંબર 09435 અને 09436 માટે ટિકિટ બુકિંગ 12.07.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)