ગાંધીનગર દ્વારા સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશન પ્રોગ્રામ માટે ૭ (સાત) દિવસ નિવાસી તાલીમ શિબીર આયોજન.

જૂનાગઢ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા અને સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવન નિર્વાહ કરતા સમુહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશિલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓને શોધી જુદી-જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણનાં સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશન પ્રોગ્રામ થનાર છે. આગામી સમયમાં ૭ (સાત) દિવસ નિવાસી તાલીમ શિબીર યોજાનાર છે. જેમાં તા.૦૧-૦૧-૨૦૧૧ થી તા.૩૧-૧૨-૨૦૧૬ દરમ્યાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો પ્રતિભાવાન બાળકો માટે સિદ્દી રમત પ્રતીભા પસંદગી તાલીમ શિબીર-૨૦૨૪ નું આયોજન થનાર છે. જેમાં યોગ્યતા ધરાવતા તમામ સિદ્દી બાળકોના રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,જૂનાગઢ ખાતેથી મેળવી લેવા ઉપરાંત ફોર્મ પરત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે જમા કરવા વિશેષ અનુરોધ કરવામાં આવે છે. અને આ તાલીમ શિબીર પૂર્ણ થયા બાદ પ્રતિભાશાળી સિદ્દી ખેલાડીઓને ગુજરાત રાજ્ય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજનામાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે. સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશનની પસંદગી કસોટી આગામી ૭ (સાત) દિવસ દરમ્યાન રહેશે. તેમ જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)