જૂનાગઢ તા. ૧૫ જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આંતકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવેલ હતા. જેમાં આપણી “માં” ભોમની રક્ષા કરતા 44 જેટલા ભારતીય સેનાના વીર જવાનો શહીદ થયેલા, તે તમામ શહિદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન તા. 14/02/25 ને શુક્રવારના રોજ રાત્રિના ૦૮ : ૦૦ કલાકે પ્રો.પી.બી.ઉનડકટની અધ્યક્ષતામાં ઝાંઝરડા ચોકડી નજીક આવેલ જલારામ ભક્તિ ધામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ દવે, દિનેશભાઈ રામાણી, સુધીરભાઈ અઢિયા, સુધીરભાઈ રાજા, અક્ષિતભાઈ કુબાવત, ચિરાગભાઈ કોરડે, દીલીપભાઈ દેવાણી, સમીરભાઈ ઉનડકટ, ભરતભાઈ ભાટીયા, પરાગભાઈ ભુપ્તા, કશ્યપભાઈ દવે, વિશાલભાઈ અભાણી, જીતુભાઈ ચોલેરા સહિતના લોકોની ઉપસ્થિતિમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. અને વંદે માતરમ, ભારત માતાકી જયના જયનાદ થયા હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)