ગિરનાર લીલી પરિક્રમામાં જૂનાગઢથી ભવનાથ જવા ૩૦ હજારથી વધુ યાત્રિકોએ એસ.ટી. બસ સેવાનો લાભ મેળવ્યો ભાવિકોને આવાગમન માટે ૪૦ એસ.ટી. બસની અવિરત સેવા

જૂનાગઢજિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા યાત્રિકોને જરુરી પરિવહન સેવાઓ મળી રહે તે માટે જરુરી આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડથી તા.૯-૧૧-૨૦૨૪ના રોજ બપોર બાદ શરુ કરવામાં આવેલી એસ.ટી. બસ સેવાના માધ્યમથી ૩૦,૫૦૦ થી વધારે યાત્રિકોએ ભવનાથ જવા માટે આ પરિવાર સેવાનો લાભ મેળવ્યો હતો.

ઉપરાંત ભવનાથથી જૂનાગઢ આવવા માટે પણ ૫,૬૦૦થી વધારે યાત્રિકોએ આ એસ.ટી. બસ સેવાનો લાભ મેળવ્યો હતો.મુંબઈથી ગિરનાર લીલી પરિક્રમા માટે આવેલા શ્રી સુધીર ખાનીકરે પણ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પરિવહન વ્યવસ્થાની સરાહના કરતા કહ્યુ કે, ટ્રાફિક નિયમન સહિતની વ્યવસ્થાઓના પરિણામે યાત્રિકો સરળતાથી ભવનાથ સુધી આ જાહેર પરિવહન સેવા દ્વારા પહોંચી શકે છે. જૂનાગઢથી ભવનાથ ભાવિકોને આવાગમન માટે ૪૦ એસ.ટી. બસ દ્વારા અવિરત ટ્રીપ કરવામાં આવી રહી છે.

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)