ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે. 12 નવેમ્બરથી યોજાનાર લીલી પરિક્રમા માટે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા મોટાભાગની વ્યવસ્થાઓ પૂરી કરી દેવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગ 50 એક્સ્ટ્રા બસો દોડાવશે.
ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગના મોરબી, સુરેન્દ્ર નગર અને ગોંડલથી 50 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એક્સ્ટ્રા ફાળવેલ બસ પાંચ દિવસ માટે નોન સ્ટોપ જૂનાગઢ માટે દોડશે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.