જન સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢસંચાલિત ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ શહેરના ખામધોલ ચોકડી મજેવડી રોડ પર આવેલ ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે જીવદયા નો અનોખો કાર્યક્રમ યોજી ઉતરાયણ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગૌમાતાને અન્નકૂટ સ્વરૂપે લીલા શાકભાજી, લાડુ, કપાસીયા ખોળ ગોળ, તલ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતાં, તેમજ ગૌ પૂજન કરી ગૌ માતાની આરતી ઉતારવામાં આવી હતી.ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે અંધ, બીમાર, લુલી, લંગડી ગૌમાતાઓ આશ્રય લઈ રહી છે.
આ તકે ગૌ પ્રેમી એવા નાથા ભગત, એડવોકેટ કમલેશ પંડ્યા તથા એડવોકેટ વર્ષાબેન બોરીચાંગાર, માલદેભાઈ મેર, ખીમજીભાઈ ગોવાળ, સંજયભાઈ જોષી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.સંસ્થા ના પ્રમુખ એડવોકેટ ભાવેશભાઈ જોષી તેમજ નયનભાઈ દ્વારા દરેક દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માં આવે તેવો વિચાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)