ગિર સોમનાથ, ૧૫ મે,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગિર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગિર સોમનાથ જિલ્લાના જુદાજુદા કલસ્ટરોમાં પસંદગી પામેલ કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો આજ રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્કોડન લીડર શ્રી સંજય વશિષ્ઠ, સીએમઓ, અંબુજા સીમેન્ટ લી. અંબુજાનગર ઉપસ્થિત રહ્યા અને તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તે ઉપરાંત, દેવેન્દ્ર ચૌધરી, હેડ, એનવાયરમેન્ટ, અંબુજા સીમેન્ટ લી. અંબુજા નગર, દલસુખ વઘાસીયા, રિજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, અંબુજા ફાઉન્ડેશન, ડો. પુષ્પકાંત સુવર્ણકાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ગીર સોમનાથ અને જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે, અંબુજાનગર પણ ઉપસ્થિત રહ્યા અને પ્રસંગોચિત ઉદબોધન કર્યું.
આ કાર્યક્રમની આભાર વિધિ સતિષ હડિયાદ, વિષય નિષ્ણાંત, જમીન વિજ્ઞાન દ્વારા કરવામાં આવી હતી અને સંપૂર્ણ તાલીમનું સંચાલન રમેશ રાઠોડ, વિષય નિષ્ણાંત, પાક સંરક્ષણ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં 40 થી વધુ તાલીમાર્થીઓ જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કર્યું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદસ્વ, જૂનાગઢ