જૂનાગઢ
ગીરગઢડાના ખિલાવડ ગામે એક રહેણાંક મકાનમાં દીપડી ઘુસી જતાં આ રહેણાક વિસ્તારમાં રહીશોમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને આ અંગેની જાણ વન વિભાગને કરાતા રેશ્ક્યું ટીમ, ફોરેસ્ટ સ્ટાફ, અધિકારીઓ, પોલીસ સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયાં હતાં. અને રેશ્ક્યું કામગીરી હાથ ધરતા કલાકોની જહેમત બાદ દીપડીને વેટનરી ડોકટર દ્વારા બેભાન કરી પાંજરે પૂરવામાં આવતા આ વિસ્તારનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વનવિભાગના વેટેનરી ડો. દ્વારા દીપડીને બેભાન કરી પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.આ ઘટના બનતા ગામ લોકો પોતાના મકાનો ઉપર ચઢ્યા હતા.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)