જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં આવેલા આમકુ બીટ ખાતે પૂજ્ય કાશ્મીરી બાપુ ની પાવન જગ્યા ખાતે પૂજ્ય બાપુ ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો મહાપ્રસાદ સમાધી પુજન અને રાત્રિના સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં જગ્યાના મહંત શ્રી નર્મદા પુરી માતાજીએ પધારેલા સાધુ સંતોનો ભંડારો ભોજન મહાપ્રસાદ અને ભેટ પૂજા પ્રસાદી રૂપે અપાય હતી આ પ્રસંગે જગ્યાના સેવકો અને ભાવિકજનો મોટી સંખ્યામાં હાજર રહી અને પૂજ્ય બાપુની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી વહેલી સવારથી સાંજ સુધી આ ધર્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)