ગીરમાં પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનારી મહિલા કર્મયોગીઓના પ્રતિભાવો!!

જૂનાગઢ, ૫ માર્ચ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરની મુલાકાત દરમિયાન વન અને વન્યજીવોના સંરક્ષણ માટે ફિલ્ડમાં કાર્યરત મહિલા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો.
આ સંવાદમાં વનપાલ, વન રક્ષક, બીટગાર્ડ અને ઈકો ગાઈડ તરીકે ફરજ બજાવતી મહિલાઓએ ભાગ લીધો અને પ્રધાનમંત્રી સાથે સીધી વાતચીત કરવાની તક મેળવી.

📌 વડાપ્રધાન સાથે સંવાદમાંથી મળેલા પ્રેરણાદાયક સંદેશો:

વન રક્ષક વંદના વાલવાણી (કાસીયા નેશ):

  • “વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી વન અને વન્યજીવનના રક્ષણ માટે વધુ ઉદ્દીપન મળ્યું.”
  • “પ્રધાનમંત્રીની એશિયાઈ સિંહો પ્રત્યેની લાગણી આ સંવાદ દરમિયાન અનુભવી.”
  • “મહિલાઓએ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી, આગળ વધવા માટે નૂતન સંકલ્પ કરવાનો સંદેશ આપ્યો.”

ઈકો ગાઈડ નમીરા બ્લોચ (દેવળીયા સફારી પાર્ક):

  • “પ્રધાનમંત્રીએ જંગલ અને પર્યાવરણના સંરક્ષણ માટે આગવા પ્રયાસ કરવા પ્રેરિત કર્યા.”
  • “જંગલ આપણું ભવિષ્ય છે, તે આપણા અને આવનારી પેઢી માટે અનિવાર્ય છે.”

ઈકો ગાઈડ અર્ચના શેવરા (દેવળીયા સફારી પાર્ક):

  • “પ્રધાનમંત્રીએ જંગલ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી મહિલાઓના સમર્પણને વખાણ્યું.”

આ કાર્યક્રમ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ અને મહિલાઓના યોગદાનને વખાણ્યું.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ