ગીરસોમનાથમાં ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળ ઉત્પાદન કરનારા એકમો સામે કડક કાર્યવાહી.

જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળનું ઉત્પાદન કરનારા એકમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. આ સુચનાના અનુસંધાને ગીરસોમનાથ એસ.ઓ.જી.ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદથી વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત કાર્યવાહી

ગીરસોમનાથ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ, પો. સબ ઇન્સ્પેક્ટર એન.એ. વાઘેલા, તથા એસ.ઓ.જી. સ્ટાફના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તલાલા અને સુત્રાપાડા તાલુકાના ત્રણ મુખ્ય ગોળ ઉત્પાદકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ હેઠળ રહેલ એકમો:

શ્રીજી ફાર્મ – સુરવા, તા.તાલાલા

ભાગ્યોદય ઓર્ગેનિક ગોળ – માધુપુર, તા.તાલાલા

ત્રિદેવ ગોળ – ખાંભા, તા.સુત્રાપાડા

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ એકમોમાંથી ગોળના નમૂના લેવાયા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. વધુમાં, તપાસ દરમિયાન ઔધોગિક ગ્રેડના કેમિકલ્સ કબ્જે કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ ગોળના ઉત્પાદન દરમિયાન કરવામાં આવી રહ્યો હતો.

કબ્જે કરવામાં આવેલા મટિરિયલની વિગતો:

▶ શ્રીજી ફાર્મ:

સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ: 50 કિ.ગ્રા. (રૂ. 9,500/-)

સેફોલાઈટ: 50 કિ.ગ્રા. (રૂ. 12,500/-)

ઔધોગિક ગ્રેડનું એસિડ: 280 લિટર (રૂ. 2,800/-)

ભઠ્ઠીનો યુનો: 50 કિ.ગ્રા. (રૂ. 200/-)

▶ ભાગ્યોદય ગોળ:

સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ: 6 કિ.ગ્રા. (રૂ. 1,200/-)

સેફોલાઈટ: 11.94 કિ.ગ્રા. (રૂ. 2,985/-)

▶ ત્રીદેવ ગોળ:

સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ: 1 કિ.ગ્રા. (રૂ. 200/-)

▶ ત્રમૂર્તિ એન્ટરપ્રાઇઝ:

સેફોલાઈટ: 200 કિ.ગ્રા. (રૂ. 50,000/-)

▶ માધવ એન્ટરપ્રાઇઝ:

સેફોલાઈટ: 200 કિ.ગ્રા. (રૂ. 3,60,000/-)

આ દરોડા દરમિયાન કુલ રૂ. 1,12,385/- ની કિંમતોના ઔધોગિક ગ્રેડના કેમિકલ્સ કબ્જે કરવામાં આવ્યા હતા. આ કેમિકલ્સ આરોગ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે, જેના કારણે ઓર્ગેનિક ગોળના નામે આવા ઉત્પાદન કરનારા એકમો પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આગળની કાર્યવાહી

આ સમગ્ર કાર્યવાહી બાદ સંબંધિત એકમો સામે કાયદેસર પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ પગલાં લેવાશે. સ્થાનિક જનતાને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ ઓર્ગેનિક ગોળ ખરીદતી વખતે સાવચેત રહે અને ભેળસેળી ખાતર માટે સતર્ક રહે.

અહેવાલ: પ્રકાશભાઈ કારાણી, (વેરાવળ, સોમનાથ)