ગીર ગઢડા ડોળાસા
ડોળાસા નજીક ના સોનપરા ગામે થી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાના કારણે આ નદી ના સામા કિનારે વસવાટ કરતા સીતેર થી વધુ પરિવારો કેડ કેડ પાણી માં ઉતરી ગામ માં જાય છે.તો શાળા મા ભણતા નાના નાના બાળકો ને તો કેડ પાણી મા ઉતરી બાળકો ના વાલીઓ શાળાએ મૂકવા જવા પડે છે.
ગીર ગઢડા તાલુકા ના સોનપરા અને બોડીદર ગામ ના સીતેર થી વધુ ખેડૂતો અહી ની ચંદ્રભાગા નદી ના સામાં કાંઠે ખેતી ના વ્યવસાય મા વધુ ધ્યાન આપી શકાય તે હેતુ થી પરિવાર સાથે વસવાટ કરે છે. વાડીએ ભલે રહેણાક હોય તો પણ ખેડૂતો ને દિવસ દરમ્યાન ત્રણ થી ચાર વાર ગામ માં તો જવુ જ પડે છે.અને તેના માટે દરેક ખેડૂતે કેડ કેડ પાણી માં ઉતરી ને જવું પડે છે. અંહી ખેડૂતો ખેતી સાથે પશુપાલન નો વ્યવસાય પણ કરે છે.અને સવારે દૂધ ડેરી સુધી પહોચાડવા આ નદી ના ત્રણ ફૂટ પાણી મા થી પસાર થવું પડે તો સવાર ના દસ વાગ્યે બાળકો ને નિશાળે મૂકવા જવા પણ અહી થી પસાર થવું પડે..! નાના બાળકો ને તો ખભે બેસાડી ને નદી પાર કરવી પડે છે. પાંચ વાગ્યે ફરી બાળકો ને લેવા જવા પડે છે.વળી સાંજે પણ દૂધ આપવા જેવું પડે. આમ ખેડૂતો નદી માં થી પસાર થવા માં પોતાનો સમય વ્યય કરે છે. અને જીવ નું જોખમ પણ રહે છે
આ વિસ્તાર ના ખેડૂતો રોજ નું પાંચસો લીટર થી વધુ દૂધ ઉત્પાદન કરે છે. જ્યારે નદી માં વધુ પાણી હોય ત્યારે પાણી માં ઉતરી શકાતું નથી.જેના કારણે દૂધ આપવા જઇ શકાતું નથી.જેથી આર્થિક નુકશાની પણ ભોગવવી પડે છે.અને બાળકો શાળાએ જઇ શક્તા ન જોવાથી અભ્યાસ પણ બગડે છે..
દેશ આઝાદ થયો તેને પોણી સદી થઈ ગઈ પણ આ ખેડૂતો ને આજ દિન સુધી યાતના માં થી આઝાદી મળે નથી..! .આ વિસ્તાર ના ખેડૂતો એ અવાર નવાર અહી પુલ બનાવવા ની માંગણી કરતા રહ્યા છે.પણ કોઈ અધિકારી કે પ્રજા ના પ્રતિનિધિ ખેડૂતો ની વેદના ને સમજી શક્યા નથી .નસીબ નો દોષ માની આ ખેડૂતો જિંદગી ના દિવસો વિતાવે છે.
આ વિસ્તાર ના ખેડૂતો વિનંતી ના સૂર માં જણાવે છે કે કોઈ ને આ નાના નાના ભૂલકાઓ ની પણ દયા આવતી નથી..?..આ નદી ઉપર પુલ કમ ડેમ ( કોઝવે ) બનાવવા માં આવે તો પાણી નો પણ વિશાળ જથ્થો રોકી શકાશે..ઉપરોક્ત બાબતે દુદાભાઈ બાલુભાઈ ડોડીયા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અહીં સત્વરે કોજવે બનાવવા માંગ કરી છે.
અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)