ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ખેતીના પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલ ઝટકા મશીનને યુવક અડકી જતા મોત નીપજતા બે સગા ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

ગીર સોમનાથ

ખેતરોમાં જંગલી ભૂંડ રોજના ત્રાસથી ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સિમેન્ટના થાંભલા મૂકી ઝટકા મશીન નો કરંટ મુકતા હોય છે તો ક્યારેક ખેતરની આડમાં ફેન્સીંગ તાર વડે ખેતર નજીકમાં વિજ કરંટ જોડી જોખમી પ્રવૃત્તિઓ થતી હોવાથી પણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે

ત્યારે ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રહેતા કનુભાઈ નારણભાઈ સોલંકી અને કૈલાશ કનુભાઈ સોલંકી બંને પિતા પુત્રી ખેતરમાં ઉગાવેલ મગફળીમાં નિંદામણ કરતા હોય તે સમયે ખેતરમાં રહેલ મરઘીને જંગલી શિયાળ લઇ નાસી જતા કનુભાઈ સોલંકી આ શિયાળ પાછળ દોડતા બાજુના ભાગે આવેલ ભાણજીભાઈ લાખાભાઈ ડાંગોદરા ની જમીનમાં પ્રવેશતા ખેતરના શેઢા ફરતે સિમેન્ટ થાંભલામાં વીજ કરંટના તારથી બાઉન્ડ્રી મારેલ હોય જેને કનુભાઈ સોલંકી અડકી જતા વીજ શોખ લાગતા નીચે પડી જતા મોત નીપજતા ખેતર માલિક ભાણજી લાખા ડાંગોદરા અને શાંતિ લાખા ડાંગોદરા બંને સગા ભાઈઓ વિરુદ્ધ ગીર ગઢડા પોલીસે ગુનાહિત મનુષ્ય વધ,શાપરાજ મનુષ્ય વધ (BNS 105, 54) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડયા હતા.

તેમજ ઝટકા મશીનમાં વીજ શોટ લાગતા યુવકનું મોત નિપજતાં ગીર સોમનાથ જિલ્લા DYSP એમ.એફ.ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોમાં લગાવેલ ઝટકા મશીનમાં કરંટ ઝટકા મશીનથી આપવામાં આવે છે કે ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે તેની તપાસ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પીજીવીસીએલ અને વન વિભાગને સાથે રાખી કરવામાં આવશે.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)