ગીર સોમનાથ
ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે ધોળા દિવસે દિપડો ગામમાં આવેલા વાડી વિસ્તાર માંથી મકવાણા બચુભાઈ નાનજીભાઈના મકાનમાં ઘુસી ગયેલ હોય આ દીપડો રહેવાસીઓના નજરે ચડતા બુમાં બૂમ કરતા દીપડો બચુભાઈના મકાન ઉપર ચડીને બાજુમાં આવેલ સોમનાથ એકેડેમી સ્કૂલની પાછળના વાડામાં લપાઈ જતા તાત્કાલિક ફોસ્ટગાર્ડ મકવાણાને જાણ કરતા તાત્કાલિક આવી જતા આજુ બાજુમાં તપાસ કરતા સોમનાથ એકેડેમી હાઈસ્કૂલ ની બાજુમાં આવેલ વાડામાં અવાજ આવતા તાત્કાલિક આર.એફ. ઓ બી.બી.વાળા તથા ફોરેસ્ટ કર્મીઓ તથા વેટરનીટી ડોક્ટર મુરબિયા, ટ્રેકર ટીમ આવી એરીયા કોર્ડન કરી દીપડાનું રેસક્યું કર્યું,
દીપડા ને બેભાન કરી આશરે દોઢ વર્ષનો હોવાથી દીપડાને પાંજરે પૂરી જાંમવાળા રેન્જમાં લઈ જતા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આમ સતત જંગલ ખાતાની દેખરેખ હોવા છતાં અવાર નવાર જંગલમાંથી હિંસક પ્રાણીઓ ઓચિંતા આવી જતા હોય છે
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)