ગીર ગઢડા શહેર તથા તાલુકા ભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી

ગીર સોમનાથ

ગીર ગઢડા શહેરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી શહેરની જામ્મા મસ્જિદથી જુલુસ નિકળ્યું હતું જે જુલુસ બે નંબર બસ સ્ટોપ પાસે આવેલ ઈદગાહએ પહોંચ્યું હતું અને મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામા આવી હતી જામા મસ્જિદના ઈમામ કમર રઝા સાહબએ નમાઝ અદા કરાવી હતી.. જ્યાંરે તાલુકાના સીમાસી, વડલી, ખીલાવડ સહીત ના અન્ય ગામોમાં પણ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં હતી.જેમાં ગીર ગઢડા પીએસઆઇ જે.આર.ડાંગર સહિતના પોલીસ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)