ગીર સિંહના સંરક્ષણ માટે વન વિભાગની અપીલ: ઈલેક્ટ્રીક શોકથી બચો, ખૂલ્લા કૂવા સુરક્ષિત કરો.

વિશ્વના એકમાત્ર એશિયાઈ સિંહોના નિવાસસ્થાન “ગીર”ને વધુ સુરક્ષિત બનાવવા વન વિભાગ દ્વારા સરહદે અપીલ કરવામાં આવી છે. વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનમાં સામાન્ય નાગરિકો પણ ભાગીદાર બને, તે માટે ખાસ અપીલ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ગિર વિસ્તારમાં સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે સૌથી વધુ જોખમ ઈલેક્ટ્રિક શોક, ખુલ્લા કૂવા અને શિકારી પ્રવૃત્તિઓથી રહે છે. ખેડૂતોએ ખેતરોની રક્ષા માટે ઈલેક્ટ્રિક તાર લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેના કારણે સિંહ અને અન્ય પ્રાણીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે. તેનું દુખદ પરિણામ ખેડૂતના પશુઓ અને જાત લોકો પર પણ પડી શકે છે.

અંતે, જાહેરમાં ખુલ્લા રહેલા કૂવાઓને બંધ કરવા માટે સરકાર તરફથી 90% સબસીડીયુક્ત યોજના પણ ચાલી રહી છે. લોકો એને લાભ લઇને ખતરનાક કૂવાઓને સુરક્ષિત કરે, એવી અપીલ છે.

સાથે સાથે જો કોઈ શંકાસ્પદ શિકારી પ્રવૃત્તિ, સંદેહાસ્પદ માણસો દેખાય તો વન વિભાગની નજીકની કચેરી કે પછી ટોલ ફ્રી નંબર 1800 233 0789 અથવા 1926 પર તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરાઈ છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.