જૂનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર આવેલ સોમનાથ હોટલમાં પોલીસ જાપ્તામાં જઈ રહેલ આરોપીએ આપઘાતનો પ્રયાસ કરેલ..દુષ્કર્મના આરોપીએ હોટલના બાથરૂમમાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કરેલ જેનું રાજકોટ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થયેલ. સમગ્ર બનાવની વાત કરીએ તો સપના સોલંકી નામની મહિલાએ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં અમ્માર જીકાની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલ.
સપનાએ ફરિયાદમાં જણાવેલ કે તેમને ખોટી રીતે ભોળવી તેની હારે અમ્માર જીકાનીએ સબંધ રાખેલ..ફરિયાદ ગત 22 જાન્યુઆરીના રોજ નોંધાવેલ.. જેને લઇ અમ્માર જીકાની નાસતો ફરતો હોય ગીર સોમનાથ LCB એ તેને અમદાવાદથી ઝડપી પાડેલ. પોલીસ તેને પ્રભાસ પાટણ તરફ લઇ આવતી હતી ત્યારે કેશોદ હાઈ વે પરની હોટલમાં આ બનાવ બનેલ..
જેમાં એક પોલીસ કર્મી પણ દાઝેલ હતાબાદમાં તેને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવેલ.. જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયેલ.. જેને લઇ અમ્માર જીકાનીના પત્ની મરીયમ જીકાનીએ તેના પતિ ને મરવા મજબૂર કર્યાની કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ.. આ ત્રણેય વ્યક્તિ ગીર સોમનાથ જિલ્લા ના રહેવાસી છે.. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)